Feb 28, 2012

What do we need to know about Polio ?

Polio is communicable disease

Polio is a totally preventable disease.
The wild Polio virus can live in the environment only for a very short period. Less than 24 hours.

Only 1 in 200 children infected with the virus suffer from the disease.

All the rest silently excrete the virus and therefore are a danger to other people.
A child affected from the disease in infectious to others for many weeks as Polio virus is excreted in the stools.
Even a child who has received Routine Polio Immunisation can carry the wild virus in his intestine and under poor hygienic circumstances infect others who have not been immunized. Therefore it is important that every child receives the Oral Polio Vaccine on National Immunisation Day –NIDs irrespective of their immunization status.
Polio can be prevented by using Oral Polio Vaccine.
Oral Polio Vaccine has to be given many times for good immunity to occur. Once or twice will not be enough.
Once a child is affected with the disease there is no cure.

The Polio Vaccine is safe.


Oral Polio Vaccine should always be maintained at a temp of 2 to 8
oCentigrade. Maintaining this temperature from the time of manufacture to the time it is administered to the child is called the cold chain.

Feb 25, 2012

ભગવાનના અવતારનું પ્રયોજન

ભગવાને અવતાર લેવાનું પ્રયોજન શું? અને અવતાર લીધા પછી શું
કરે છે તેની સ્પષ્ટતા પણ ભગવાને ગીતામાં કરી છે.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
(અ. 4/7)
‘‘હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું.’’
ધર્મની ગ્લાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય એટલે શું થાય? સદ્ગુણ અને સદાચાર ઘણા જ પ્રમાણમાં ઘટી જાય, દુર્ગુણ અને દુરાચારની અત્યધિક વૃદ્ધિ થાય અને જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ભગવાન અવતાર લે છે.
અમ + ટૈ ઉપરથી અવતાર શબ્દની વ્યુત્પત્તિ મળે છે. કોઈ ઊંચા સ્થાન પરથી નીચે ઊતરવાની ક્રિયા એવો અર્થ થાય પણ અવતાર શબ્દનો એક વિશિષ્ટ અર્થ છે. કોઈ મહાન શક્તિસંપ્ન્ન પરમતત્ત્વનું - પરમાત્માનું અથવા તો દેવતાનું ઉપરના લોકમાંથી નીચેના લોકમાં ઊતરવું તથા માનવ યા અમાનવરૂપ ધારણ કરવું.
અવતારની બે અવસ્થા અને તેનું પ્રયોજન
અવતાર બે અવસ્થાઓમાં માનવામાં આવ્યો છે. એક, રૂપ્નું પરિવર્તન. પોતાના રૂપ્નો ત્યાગ કરી પરિસ્થિતિ પ્રમાણે કાળની આવશ્યકતા મુજબ નવીન રૂપ ધારણ કરવું જેમ કે, ભગવાન વિષ્ણુનું રૂપ, શંખ, ચક્ર, ગદા, પદ્મધારી છે. તેના બદલે મત્સ્ય, કૂર્મ, વરાહ અથવા નૃસિંહરૂપ ધારણ કરવું એ એક અવસ્થા. બીજી અવસ્થા એટલે માતાના ગર્ભમાં તે તે રૂપમાં જન્મ લેવો, જેમ કે વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ ઇત્યાદિ અવતારો.
અવતારનું વિશેષ પ્રયોજન છે. સમગ્ર વિશ્ર્વને એક સૂત્રમાં પરોવી રાખી, નિયમમાં રાખી સૃષ્ટિનું સંચાલન કરવું. પરમાત્માની આ વિશિષ્ટ શક્તિ છે, તેનો વિલાસ છે. જ્યારે જ્યારે ધર્મ ઉપર આફત આવે છે ! અધર્મનો પ્રભાવ વધે છે ત્યારે અધર્મની પુન:સ્થાપ્ના માટે ગીતામાં કહ્યું છે તે મુજબ ભગવાન અવતાર ધરે ત્યારે નૈસર્ગિક જ તે માતાની કૂખે જન્મ લેવાના.
અધર્મની વૃદ્ધિનું કારણ
અધર્મની વૃદ્ધિ અને ધર્મનો નાશ થવાનું મુખ્ય કારણ મનુષ્યોનું નાશવંત પદાર્થો પ્રત્યે આકર્ષણ - તેની આસક્તિ છે.
માતા તથા પિતા દ્વારા માનવીનું શરીર નિર્માણ થાય છે, તેવી રીતે પ્રકૃતિ અને પરમાત્માથી આ સૃષ્ટિ ઉત્પ્ન્ન થાય છે. એમાં પ્રકૃતિએ તેના કાર્યરૂપ આ જગત નિર્માણ કર્યંુ છે, તે સતત પ્રતિક્ષણ બદલતું રહે છે. હું અને તમે આ વાંચીશું તે દરમ્યાન આપણે પણ બદલાતા રહીએ છીએ પરંતુ તે બદલાવ આપણા ધ્યાનમાં નથી આવતો. આપણે બાળક હતા ને મોટા થયા તે રાતોરાત નથી થયા. પ્રતિક્ષણ આપણામાં બદલ આવતો ગયો છે તેથી મોટા થયા છીએ.
હવે પ્રકૃતિ અને પરમાત્મા - એ બંનેમાં પ્રકૃતિમાં બદલાવ થાય છે, તેથી નાશવંત છે. પરંતુ પરમાત્મા અને દેહમાં રહેતા જીવાત્મામાં કદી બદલાવ આવતો નથી અને તે નાશહીન પણ નથી, પરંતુ અંદર રહેલો જીવ, પ્રકૃતિના નાશવંત પદાર્થો એટલે કે સાંસારિક વિષયોપભોગના પદાર્થો સાથે સુખ મેળવવાની ઇચ્છા કરે છે અને તેમની પ્રાપ્તિમાં સુખ માણવા લાગે છે ત્યારે તેનું પતન થવા લાગે છે.
આપણી પ્રાચીન સમજણ પ્રમાણે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ એમ ચાર યુગ છે. એ ચારેયમાંથી સત્યયુગમાં ધર્મના ચાર પગ હોય છે. ત્રેતાયુગમાં ત્રણ પગ, દ્વાપરમાં બે પગ અને કલિયુગમાં એક જ પગ હોય છે. જ્યારે યુગની મર્યાદા કરતાં પણ વધારે ધર્મનો હ્રાસ થાય છે ત્યારે ભગવાન અવતાર લે છે. (ધર્મ ચાર પગ ઉપર, ત્રણ પગ ઉપર ઇત્યાદિ વિચાર છે તે લક્ષણા છે. તેનો વિચાર પછી કરીશું.)
પતન અટકાવવા ભગવાનનો અવતાર
મનુષ્યનાં કર્મોમાં જ્યારે સકામ ભાવ ઉત્પ્ન્ન થાય છે અને કર્મ તે કામનાપૂર્તિ. માટે કરે છે ત્યારે તે પોતાના સ્વધર્મમાંથી ચ્યુત થાય છે. પરિણામે તે નિષિદ્ધ કર્મોનું આચરણ કરે છે. એટલે જ અધર્મનું ઉત્થાન થાય છે. દા.ત., લાંચ-રુશવત, ભ્રષ્ટાચાર વગેરે માણસ પોતાની કામનાપૂર્તિ માટે જ કરે છે ને? પરિણામે અધર્મનું ઉત્થાન થાય છે. ટૂંકમાં માણસ અધાર્મિક પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. તેનું કારણ તેની કામના છે. ત્રીજા અધ્યાયમાં ભગવાને જણાવ્યું જ છે કે કામના એ તો મહાન પાપ્નું કારણ છે, અને સમાજમાં આ રીતના અધર્મની વૃદ્ધિ થવાથી પ્રાણીમાત્રનું કલ્યાણ જોખમાય છે. તેથી લોકોને પતનમાંથી રોકવા ભગવાન અવતાર લે છે.
અહીં એક સવાલ પાછો ઊભો થાય છે કે વર્તમાન સમયમાં ધર્મનો આટલો બધો હ્રાસ થયો છે. લોકો ત્રસ્ત થઈ ગયા છે, છતાં ભગવાન અવતાર કેમ નથી લેતા? તો તેનું કારણ યુગને જોતાં, આધુનિક પરિસ્થિતિ જોતાં હજુ ભગવાનને અવતાર લેવાનો સમય પાક્યો નથી.
તો ભગવાનનો અવતાર લેવાનો સમય ક્યારે પાકવો ગણાય?

- પરમાનંદ ગાંધી

Feb 22, 2012

‘વંદે માતરમ્’ - બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય


રાષ્ટ્રવંદના
કેટલાક શબ્દો પોતાની સાથે સમગ્ર ભાવવિશ્ર્વ લઈને પ્રગટ થતા હોય છે. ‘રામ રામ’; ‘જય શ્રીકૃષ્ણ’, ‘જય સ્વામીનારાયણ’ .....જેવા શબ્દો માત્ર ઠાલા શબ્દો નથી. તે ભાવનાપ્રચુર શબ્દો છે જે આપણા સમગ્ર વ્યક્તિત્વમાં ચૈતન્યનાં આંદોલનો પ્રસરાવી દેતા હોય છે.
ભારતમાં પ્રજાની રાષ્ટ્રભાવના સૌથી વધુ ઉત્કટ કરનારા શબ્દો છે - વંદે માતરમ્. ઉચ્ચ કોટિના રાષ્ટ્રભક્તથી માંડીને સામાન્ય માનવી સુધીના તમામ લોકો આ બે શબ્દોથી   જુદી જુદી માત્રામાં ઉત્તેજિત થયા વિના રહેતા નથી. મંદિરના ઘંટારવ સમાન આ બે શબ્દો પ્રત્યેકમાં રાષ્ટ્ર માટે ભક્તિભાવ જગાવે છે, એટલું જ નહીં રાષ્ટ્ર પ્રત્યેની કર્તૃત્વભાવનાની અંત:સ્ફુરણા આપે છે. આ બે શબ્દો પર શહીદો રાષ્ટ્ર માટે પ્રાણની આહુતિ આપવા તૈયાર થાય છે, દેશભક્તો મુસીબતો ઝીલવા તૈયાર થાય છે, સામાન્ય માણસો ત્યાગ કરવા તૈયાર થાય છે. ભારતના લોકોને એકાત્મતાના એક તાંતણે બાંધનાર આ બે શબ્દો છે - વંદે માતરમ્.
સંસ્કૃત અને બંગાળીમાં લખાયેલા આ અમર ગીતના કવિ છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. 1876ની આસપાસ સ્ફુરેલા આ ગીતના શબ્દોએ આકાર લીધો 1882માં. તેમણે લખેલી નવલકથા આનંદમઠ (બંગાળીમાં આનંદોમઠ)માં આ ગીત પ્રગટ થયું હતું. મા દુર્ગાની સ્તુતિ કરતા આ ગીતમાં ભારતમાતાની ભક્તિનો ભાવ પણ અભિપ્રેત છે. જે શબ્દો દેવીને લાગુ પડે છે તેટલા જ ભારતમાતાને પણ લાગુ પડે છે.
તે સમયે અંગ્રેજ રાજ્યકર્તાઓ ત્યાંની રાણીનો મહિમા ગાતાં ગીતો પ્રચલિત કરવા માગતા હતા, પરંતુ ભારતનાં રાષ્ટ્રવાદી તત્ત્વોને એ પસંદ ન હતું. આ ગીત સૌ પ્રથમ વાર 1896માં રાષ્ટ્રીય કાઁગ્રેસના કોલકાતાના અધિવેશનમાં જાહેર મંચ પરથી ગવાયું. ગાનારા મહાનુભાવ - કવિવર રવીન્દ્રનાથ ટાગોર હતા. આવી મહાન વ્યક્તિના કંઠે ગવાયું તે ગીત, તેથી તેના શબ્દો કેટલા મહાન હશે તેનો અંદાજ આવે છે. ત્યાર પછી તો અનેકવાર તે અધિવેશનમાં ગવાતું રહેતું.
દુ:ખની વાત છે કે મોટાભાગે તે સંપૂર્ણ ગીત ન ગવાતાં આંશિક રીતે જ ગવાય છે. કેટલાક અપવાદો બાદ કરતાં વંદે માતરમ્ ગાનની સંપૂર્ણ આવૃત્તિ ગવાતી નથી. આ ગીત રાષ્ટ્રભક્તિનું પ્રતીક હોવાથી, આ ગીત ભારતનો મહિમા ગાતું હોવાથી રાષ્ટ્રવિરોધી લોકોને તે પસંદ ન હતું... તેની વિરુદ્ધમાં ફતવા બહાર પડ્યા હતા... તેમ છતાં આ ગીત રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહની ધડકન બનીને રહ્યું છે.
આનંદમઠ નવલકથામાં રાષ્ટ્રભક્ત સંન્યાસી ક્રાંતિકારીઓ માટે લખાયેલા આ ગીતની ધૂન જદુનાથ ભટ્ટાચાર્યએ બનાવી હતી. હીરાલાલ સેન નામની એક વ્યક્તિએ તો રાજકીય રંગ આપીને એક ફિલ્મ પણ બનાવી હતી, જેમાં ફિલ્મના અંત ભાગમાં શહીદી વહોરનારના મુખમાં ‘વંદે માતરમ્’ શબ્દો મુકાયા હતા.
વંદે માતરમ્ ગીતનું  પૂર્ણ સ્વરૂપ નીચે મુજબ છે -
વંદે માતરમ્
સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્
સસ્યશ્યામલામ્ માતરમ્
શુભ્રજ્યોત્સ્નાપુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિતદ્રુમદલ શોભિનીમ્
સુહાસિનીમ્ સુમધુરભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્ ...
વંદે માતરમ્
કોટિકોટિ કણ્ઠ કલકલ નિનાદ કરાલે
કોટિકોટિ ભુજૈ ધૃત ખરકરવાલે
કે બોલે મા તુમિ અબલે
બહુબલધારિણીમ્ નમામિ તારિણીમ્
રિપુદલવારિણીમ્ માતરમ્ ...
વંદે માતરમ્
તુમિ વિદ્યા તુમિ ધર્મ તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વં હિ પ્રાણા: શરીરે
બાહુ તે તુમિ મા શક્તિ હૃદયે તુમિ મા ભક્તિ
તોમારઈ પ્રતિમા ગડિ મંદિરે, મંદિરે માતરમ્
વંદે માતરમ્
ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલવિહારિણી
વાણી વિદ્યાદાયિની
નમામિ ત્વાં નમામિ કમલામ્ અમલામ્ અતુલામ્ સુજલામ્ સુફલામ્ માતરમ્
વંદે માતરમ્
શ્યામલામ્ સરલામ્ સુસ્મિતામ્ ભૂષિતામ્
ધરણીમ્ ભરણીમ્ માતરમ્
વંદે માતરમ્
॥ ભારતમાતાકી જય॥
વાંચતાં જ કોઈને સરળતાથી સમજાઈ જાય એવા શબ્દોથી બનેલ આ કાવ્ય રાષ્ટ્રભક્તિના ભાવથી ભરેલું છે. આ ગીતને ગાતાં ગાતાં મન - હૃદય દેશભક્તિનાં સ્પંદનોથી ભરાઈ જાય છે. તેના શબ્દોની તાકાત એટલી બધી છે કે તે જ્યાં ગવાય છે ત્યાંના વાતાવરણને માતૃભૂમિની વંદનાના ભાવ અને આંદોલનોથી ભરી દે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ આ બે શબ્દોના જોર પર ચાલ્યો... શહીદો હસતાં હસતાં વંદે માતરમ્ના શબ્દો સાથે ફાંસીના માંચડે ચઢી જતા. વંદે માતરમ્ની વિશેષતા એ છે કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો તેની મહત્ત્વની ભૂમિકા રહી છે, પરંતુ સ્વતંત્ર થયા પછી પણ ભારતની નવરચનાના કામમાં તે પ્રેરક બની રહ્યું છે.
તેના પ્રત્યેક શબ્દમાં આપણી માતૃભૂમિનું યથાર્થ વર્ણન છે. સુંદરતા, સંસ્કારિતા, ભવ્યતા, જ્ઞાન, સમૃદ્ધિ, ઉત્સાહ, ચૈતન્ય, અધ્યાત્મ, શક્તિ જેવી અસંખ્ય જીવનપોષક બાબતોનો સમૂહ એટલે આપણી પુણ્યભૂમિ ભારત એવો ભાવ તેમાંથી પ્રગટ થાય છે.
આજે પણ ઘણા લોકો પત્રની શરૂઆતમાં, વક્તવ્યની શરૂઆતમાં અને  અંતમાં આ શબ્દોનો ગર્વથી ઉપયોગ કરે છે. વંદે માતરમ્ ભારતના સ્વર્ણિમ ઇતિહાસનું એક સુવર્ણપ્રકરણ છે, તે ભારતની પહેચાન છે.
વંદે માતરમ્॥

- અરુણ યાર્દી

Feb 19, 2012

પુરુષાર્થ અને ભાગ્ય સાથે સાથે...


गुणोऽपि दोषतां याति
वक्रीभूते विधातरी।
सानुकूले पुनस्तस्मिन्
दोषोऽपि च गुणायते॥
નળ-દમયંતીની કથા જાણીતી છે. નળે રાજપાટ ખોયું અને દંપતી વન વન ભટકતું થયું. કહેવાય છે કે દમયંતીના હાથમાં અમૃત હતું, મરેલું પણ એના હસ્તસ્પર્શથી જીવતું થઈ જાય. ભૂખથી તરફડતા નળ રાજાએ નદીમાંથી મહા-પરાણે એક નાની માછલી પકડી અને દમયંતીના હાથમાં આપી, બીજી માછલી પકડવા મથ્યો પણ પકડાઈ નહિ. બીજી બાજુ દમયંતીના હાથમાં માછલી જીવતી થઈને નદીમાં કૂદી પડી. નસીબ વાંકું હતું.
ઉપરનું સુભાષિત આ વાત જ સમજાવે છે. કે ખરાબ સમય ચાલતો હોય ત્યારે વ્યક્તિનું લાભદાયી ઉત્તમ લક્ષણ પણ અવગુણ બની જાય છે, પરંતુ નસીબ સુધરે એટલે પાછું ફળદાયી લક્ષણ બની જાય છે, જેવું નળ-દમયંતી વિશે અંતે ફરી રાજ્ય મળવાથી થયું. પુરુષાર્થ ઉપરાંત ભાગ્યબળ પણ વ્યક્તિ માટે જરૂરી છે.