Mar 22, 2016

સાદાઈનો પાઠ

એક વાર મહાત્મા ગાંધી કાશી ગયા. કાશી વિદ્યાપીઠમાં ઉતારો કર્યો. તેમની સાથે મદન મોહન માલવિયા, રાજેન્દ્ર પ્રસાદ અને બીજા અનેક નેતાઓ પણ હતા. વિદ્યાપીઠના પ્રાંગણમાં એક કૂવો હતો. એક સ્વયંસેવકને જવાબદારી સોંપાઈ હતી કે તે નેતાઓના સ્નાન કરવાની વ્યવસ્થા તેમના રૂમની નજીકમાં જ કરે. સ્વયંસેવક કૂવામાંથી પાણી કાઢી રહ્યો હતો તે વખતે માત્ર ધોતી શરીર પર લપેટીને, ખુલ્લા દિલે રાજેન્દ્ર પ્રસાદ ત્યાં પહોંચી ગયા. તેમણે પેલા સ્વયંસેવકને કહ્યું, ભાઈ, એક મિનિટ માટે મને ડોલ આપ. હું કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કરી લઉં. સ્વયંસેવક રાજેન્દ્ર પ્રસાદને ઓળખતો ન હતો. તે બોલ્યો, ડોલ અત્યારે ખાલી નથી. હજુ તો હું બહારથી આવેલા મોટા મોટા નેતાઓના ‚રૂમમાં પાણી પહોંચાડી