Sep 22, 2014

પતિના આદર્શની પુષ્ટિ

લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યારે તેમના પુત્રોએ એવો આગ્રહ કર્યો કે, અમારા માટે એક મોટર ખરીદવામાં આવે.

એક દિવસ સાંજના સમયે લાલબહાદુર શાસ્ત્રી પોતાના કુટુંબ સાથે વાતો કરતા બેઠા હતા. એ દરમિયાન તેમણે કહ્યું : ‘મોટર ખરીદવાનું મેં નક્કી કર્યું છે.’

બાદ તેમણે પોતાના ખાનગી સચિવને બોલાવ્યો અને પૂછ્યું ‘બેન્કમાં મારા ખાતામાં કેટલી રકમ જમા છે?’

સચિવે કહ્યું : ‘ચાર હજાર રૂપિયા.’

‘અને મોટરની શી કિંમત

એકાગ્રતા

01.jpfગુરુ દત્તાત્રય એક નગરીમાં ચાલ્યા જતા હતા. તેમની આગળ એક વરઘોડો જઈ રહેલો. ઢોલ, નગારાં, શરણાઈઓ અને ગીત-ભજનોથી વાતાવરણ સુંદર બન્યું હતું. વરઘોડો નીકળી ગયો. ગુરુ દત્તાત્રય એક ઉપવનમાં ઊભા રહી ગયા. ત્યાં એક પારધી વૃક્ષ પર પક્ષીઓ પર મીટ માંડીને બેસી રહેલો. ગુરુ દત્તાત્રયે કહ્યું, અરે તેં પેલો વરઘોડો નીકળ્યો એ ન જોયો ને અહીં બેસી રહ્યો?

પારધીનું ધ્યાન તૂટ્યું. તે શિકારમાં ધ્યાનસ્થ હતો. તેણે બે હાથ જોડીને કહ્યું કે મને તો વરઘોડાનો ખ્યાલ જ નથી મહારાજ.

ગુરુ દત્તાત્રય બોલ્યા, ‘ભાઈ, ઈશ્ર્વરના ધ્યાનમાં તારા જેવી એકાગ્રતા રાખવી જોઈએ.’

Sep 13, 2014

પાવન ધૂળ

01.jpgરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતિય સરસંઘચાલક શ્રી ગુરુજીને પંજાબના મોટા સૈનિક અધિકારીએ પ્રશ્ર્ન કર્યો, ‘‘સંઘમાં કયું વિશેષ શિક્ષણ મળે છે?’’ શ્રી ગુરુજીએ કહ્યું, ‘‘કેવળ રમવાનું અને ગીતો ગાવાનું.’’ અધિકારીએ ફરી પૂછ્યું, ‘‘એ સિવાય કંઈ શીખવાડતા હશો. હું વ્યક્તિગત રીતે ભારતના વિભાજનના દિવસોની પંજાબની અનેક ઘટનાઓ જાણું છું, ત્યારે સંઘના અનેક સ્વયંસેવકોએ વીરતા અને બલિદાનમાં આપણા પ્રશિક્ષિત સૈનિકોને પણ પાછળ રાખી દીધા. એમાંના અનેકોએ લોકોનું રક્ષણ કરવામાં હસતા હસતા પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધું. એથી મને જાણવાની ઉત્સુકતા છે કે તે કયું વિશેષ શિક્ષણ છે, જેના લીધે સંઘના લોકો આવા બહાદૂર બની જાય છે.’’

શ્રી ગુરુજીએ સંઘ શાખાની સહજ સરળ કાર્યક્રમની રૂપરેખા સમજાવી અને કહ્યું અમારું સમસ્ત શિક્ષણ ‘‘કબડ્ડી’’ શબ્દથી વ્યક્ત થાય છે. સંઘ સ્થાનની પાવન ધૂળમાં જ એ શક્તિ રહેલી છે, જ્યાં માતૃભૂમિના યશોગાનની પ્રાર્થના થાય છે.

સાંભળો રે ભાઈ સાદ

01.jpgખેડા જિલ્લાનું વસો ગામ. મેઘલી રાત. ધોધમાર વરસાદ વરસે. આખું ગામ ઘરમાં ભરાઈ ગયું હતું. એક ભૂલ્યો-ભટક્યો માણસ શેરીઓમાં બૂમ પાડે છે, મારે સ્ટેશને જવું છે. કોઈ રસ્તો બતાવો.

કોઈ સાંભળતું નથી. પેલો માણસ ટાઢથી ધ્રૂજે છે. શેરીએ શેરીમાં કોઈ સાંભળે છે પણ ગોદડામાં લપાઈ જાય છે. મોડી રાત હતી. એક સજ્જને સાદ સાંભળીને બારીમાંથી જોયું. અજાણ્યા મુસાફરને જોઈને બહાર આવ્યા અને કહ્યું, ‘ભાઈ, ચાલ તને સ્ટેશને મૂકી જાઉં છું.’

છત્રી લીધી. પેલા મુસાફરના માથે ધરી અને વરસતા વરસાદમાં દોઢ કિલોમીટર દૂર ઠેઠ સ્ટેશન સુધી મૂકી આવ્યા. એ સજ્જન હતા ગુજરાતમાં પુસ્તકાલયની પ્રવૃત્તિને વેગ આપ્નાર મોતીભાઈ અમીન.

દીનદુખિયાનો સાદ સાંભળવો અને મદદ કરવી એ જ માનવધર્મ.

(‘જીવનની કમાણી’માંથી સાભાર)

Sep 3, 2014

આત્મસૌંદર્યનો પ્રભાવ

ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદ વખતે વિલાયત ગયા હતા ત્યારે ત્યાંના લોકો ઉપર એમનો પ્રભાવ ન પડે એટલા માટે છાપાંવાળાઓએ એમના વિરુદ્ધ પ્રચાર આદરેલો : ‘ગાંધી તો કદરૂપો છે, ઠીંગણો છે, કાળો છે, રિસાળ છે, અસભ્ય છે. પૂરતાં કપડાં પણ પહેરતો નથી.’ આવા કંઈકંઈ જાતના સમાચારો જનતામાં વહેતા મૂકેલા. પણ મહાત્માજીએ પોતાની આત્મપ્રતિભાથી ત્યાંના સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

સખત ઠંડી હોવા છતાંય, ચંપલ અને કચ્છ પહેરીને, વહેલી સવારે ગાંધીજી ફરવા નીકળી પડે. જ્યારે તે ફરવા નીકળે ત્યારે ગોરાં ભૂલકાંઓ