Oct 29, 2014

‘સ્વચ્છ ઘર’, ‘સ્વચ્છ ભારત’, ‘સ્વચ્છ મન’

એકવાર ચાર-પાંચ વ્યક્તિઓ ભગવાન મહાવીર પાસે આવ્યા અને કહ્યું, ‘ભગવાન, અમારી વચ્ચે એક પ્રશ્ર્ન બાબતમાં મતભેદ છે. પ્રશ્ર્ન એ છે કે ભવસાગરમાં પહેલો કોણ ડૂબે? કામી, ક્રોધી, મોહી કે અભિમાની?’

ભગવાન મહાવીરે થોડીવાર વિચાર કર્યો અને શાંતિથી કહ્યું, ‘પહેલાં આપ મારા પ્રશ્ર્નનો જવાબ આપો. કોઈ સૂકું અને કાણા વિનાનું તુંબડું હોય તો એ પાણીમાં ડૂબે ખરું?’

‘ના, ભગવાન! ના ડૂબે.’

‘એ જ તુંબડાની ડાબી તરફ જો કાણું પડે તો

Oct 15, 2014

શાંતિનું નોબેલ પ્રાઇઝ વિવાદા સ્પદ રહ્યું છે - સંજય વોરા

નોબેલ પ્રાઇઝ અર્પણ કરનારાઓની મુખ્ય ગણતરી પશ્ચિમી પદ્ધતિની જીવનશૈલીને મજબૂત બનાવવાની હોય છે. જેઓ પ્રાચીન પરંપરાઓનું ભંજન કરે છે અને આધુનિકતાના પ્રચારક બને છે, તેમને નોબેલ પ્રાઇસ સહેલાઇથી મળે છે.    -  સંજય વોરા


ભારતના કૈલાસ સત્યાર્થીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું બદલ આપણે આનંદ અનુભવવો જોઇએ, પણ શાંતિ માટેનું નોબેલ હંમેશાં લાયક વ્યક્તિને મળે તેવું બનતું નથી. ભૂતકાળમાં અયોગ્ય વ્યક્તિને નોબેલ મળવાને કારણે ઘણા વિવાદો થયા છે. તેમાં સૌથી તાજો વિવાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઇ.સ. ૨૦૦૯ની સાલમાં આપવામાં આવેલા નોબેલ

Oct 14, 2014

અંધારામાં દીવો કરવો પડે

એક ડોશી મા હતાં. ખૂબ ગરીબ, પાસે પહેરવાના કપડાં પણ પૂરતાં નહિ, એટલે સાંધી-સુંધીને કપડાં પહેરે. એક રાતે એવી જ રીતે તેઓ પોતાનો ફાટેલો સાડલો સાંધવા બેઠાં. આંખે દેખાય પણ ઓછું. એટલે સાંધવામાં ય બહુ જ તકલીફ પડે. પાછી રાત અને ઘરમાં તેલનો દીવો કે ફાનસ હોય?! તેમાં પાછી માજીની સોય પડી ગઈ. વળી આંખમાં ઝાંખું.! તેમના મનમાં થયું કે બહાર રસ્તે તો દીવા છે તો લાવ ને બહાર શોધું! આમ માજી તો બહાર સોય શોધવા લાગ્યાં. રસ્તે એક માણસ પસાર થતો હતો, માજીને નીચા વળીને કઈક શોધતા જોયાં એટલે પૂછ્યું, ‘માડી, તમે શું શોધો છો?’ માજી કહે કે, ‘ભાઈલા, મારી સોય પડી ગઈ છે તો ગોતું છું.’ માણસે પૂછ્યું કે, ‘માડી તમારી સોય પડી છે ક્યાં?’ એટલે માજીએ જવાબ આપ્યો કે, ‘બેટા, મારી સોય તો અંદર ઝુંપડામાં પડી છે.’ નવાઈ પામી માણસે કહ્યું કે, ‘માડી, તો પછી અંદર કેમ નથી શોધતા?’ માજીએ કહ્યું કે, ‘બેટા, પણ અહીં બહાર અજવાળું છે એટલે બહાર ગોતું છું.’

સાચે જ આપણે પણ ખોવાયેલું કઈક શોધીએ છીએ ખરા, પણ તે ખોવાયું ક્યાંક છે અને આપણે શોધીએ છીએ ક્યાંક!

જ્યારે ખોવાયું હોય ત્યાં જ ગોતવું પડે, અંધારું હોય ત્યાં જ દીવો કરવો પડે.

Oct 4, 2014

અમોઘ શસ્ત્ર


એક શક્તિશાળી રાજા તેની અપાર શક્તિના લીધે ખૂબ જ ઘમંડી અને અવ્યવહારૂ બની ગયો હતો, પરિણામે તેના દુશ્મનો વારંવાર તેના પર હુમલો કરી દેતા, પરંતુ પોતાની પાસેના શસ્ત્રોથી તે દુશ્મનોને પરાસ્ત કરી દેતો. રાજા હવે એટલો ઘમંડી બની ગયો કે તેના જ રાજ્યના લોકોની પણ કદર કરતો નહીં, એટલે રાજ્યના નાગરિકો તેના દુશ્મનો બનવા લાગ્યાં. આ વાતથી ગભરાઈ રાજાએ રાજગુરુને મળીને કહ્યું, ‘મહારાજ, મહારાજ રાજ્યના લોકો મારા દુશ્મનો બની મારા પર ગમે તે ઘડીએ હુમલો કરી શકે છે અને હું તેમની સામે મારા શસ્ત્રો પણ ઊઠાવી શકીશ નહીં.’ રાજગુરુએ કહ્યું, ‘પ્રજાને જીતવાના ત્રણ અમોઘ શસ્ત્રો છે, તેનો ઉપયોગ કર. પ્રજા માટે યથા શક્તિ રોજગારીની તકો ઊભી કર... મોટાભાગની તકલીફો આપ મેળે જ દૂર થઈ જશે... બીજું, મૃદુ બોલ અને એવું વર્તન કર... ત્રીજું, પ્રજાનું યોગ્ય સન્માન કર. આ ત્રણેય શસ્ત્રો પોતાના અને પારકા પર બ્રાસ્ત્ર સમાન કામ કરે છે, તેનાથી પણ વિજય મેળવી શકાય છે.’ એ રાજા ઉપદેશનું પાલન કરીને પ્રજામાં અને આસપાસના રાજાઓમાં લોકપ્રિય શાસક બન્યો.