Jun 23, 2016

વિરોધીઓને પરાસ્ત કરનારાં ત્રણ શસ્ત્રો

એક રાજા તેના રાજના આંતરિક શત્રુઓથી ખૂબ જ પરેશાન હતો. તે પોતાને ખૂબ જ અસુરક્ષિત માનતો હતો. તેવામાં તેના રાજ્યમાં એક સંત પધાર્યા. રાજા તે સંત પાસે પોતાની પરેશાની લઈ ગયો. સંતે રાજાની વાત સાંભળી અને કહ્યું, તારે તારા છૂપા દુશ્મનોને જાણવાની જ‚રૂર છે. સંતે રાજાને ત્રણ શસ્ત્રો વિશે જણાવતાં કહ્યું. પ્રથમ તારી પ્રજાને રોજગારી મળી રહે એવી વ્યવસ્થા કર. આમ થશે તો પ્રજાને કાંઈ જ ફરક નહીં પડે કે તેમના પર કોણ રાજ કરી રહ્યું છે અને કોણ નહીં. બીજું શસ્ત્ર છે, સહિષ્ણુતા. જે સહન નથી કરી શકતો તે રાજ કરી શકતો નથી અને ત્રીજું શસ્ત્ર છે સમ્માન. જે જેટલા સન્માનનો અધિકારી હોય તેટલું જ સમ્માન આપ. આ ત્રણેય એવાં શસ્ત્રો છે જે સીધા જ હૃદય પર ઘા કરે છે અને આ શસ્ત્રોથી વ્યક્તિ તેના વિરોધીઓને પણ જીતી જાય છે.

Jun 4, 2016

માનવ ધર્મ

ઘટના ગત મે મહિનાની છે. નાગપુર રેલવે પ્લેટફોર્મ પર એક આઠેક વર્ષની બાળકી રડી રહી હતી. આવનાર સૌ કોઈ સામે જોઈને વિચારી રહ્યા હતા કે તે કેમ રડતી હશે ? પણ સૌ ઉતાવળમાં હતા એટલે કોઈએ તે બાળકી તરફ ધ્યાન ન આપ્યું. તે વખતે એક આરપીએફની મહિલા કોસ્ટેબલની નજર રડી રહેલી એ બાળકી પર પડી. બાળકીને પૂછતા ખબર પડી કે, તે તેના માતા-પિતાથી વિખૂટી પડી ગઈ છે. તેમણે તરત જ રેલવે મંત્રી શ્રી સુરેશ પ્રભુને આ અંગે જાણ કરી. મંત્રીશ્રીએ તરત જ પોતાના ઇન્સ્ટ્રાગ્રામના પેજ પર તે બાળકીની તસવીર પોસ્ટ કરી અને જણાવ્યું કે, બાળકી આરપીએફ પાસે સુરક્ષિત છે અને તેના વાલી ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકે છે. જોત-જોતામાં આ પોસ્ટને ૩૨,૨૭૫ લોકો દ્વારા શેર થઈ અને ૩૦ લાખ લોકો સુધી પહોંચી ગઈ. માત્ર નવ કલાકમાં જ બાળકીના

Jun 1, 2016

ભગવાન સાથે ભોજન . .

એક બાળકને ઈશ્ર્વરને મળવાનું મન થયું. તેણે પોતાની બેગ લીધી. તેમાં નાસ્તો ભર્યો, બિસ્કિટ પાણી લીધાં અને ચાલી નીકળ્યો. ભગવાનને શોધવા ઘણું ફર્યો, તેવામાં તેને ભૂખ લાગી. તેણે બગીચામાં બેસી નાસ્તો કરવાનું વિચાર્યું. એક બાંકડા પર જઈ બેઠો. તેની બાજુ પર જ એક વૃદ્ધા બેઠી હતી. વૃદ્ધા પણ ભૂખી હતી. પેલા બાળકે પોતાના બિસ્કિટમાંથી બે બિસ્કિટ તેને આપ્યાં. વૃદ્ધાએ હસીને તેનો સ્વીકાર કર્યો. પેલા બાળકને વૃદ્ધાનું હાસ્ય ખૂબ પસંદ પડ્યું. તેણે પછી તેને બે બિસ્કિટ આપ્યાં. વારંવાર આ ક્રમ ચાલતો રહ્યો. બપોર વીતી. સાંજ પડી. બાળકે ઘરે પાછા ફરવાનો વિચાર આવ્યો. થોડું ચાલ્યો તો ફરી પાછું તેને પેલી વૃદ્ધાનું હાસ્ય જોવાનું મન થયું. તે પરત ફર્યો અને વૃદ્ધાને વ્હાલથી ભેટ્યો. વૃદ્ધા હસી પડી. છોકરો આનંદભેર ઘરે પરત ફર્યો. તેની માતાએ તેને પૂછ્યું કે એવી તો શી વાત છે કે આજે તું આટલો બધો ખુશ છે ? તેણે જવાબ આપ્યો મા, મેં આજે હસતા ઈશ્ર્વર સાથે ભોજન લીધું. બીજી બાજુ પેલી વૃદ્ધા પણ