Nov 29, 2014

"સંત''નો ખિતાબ અને રેશનાલિસ્ટોની કસોટી - સંજય વોરા

ભારતના કોઇ સંત અથવા બાબા કોઇ કથિત ચમત્કાર કરે ત્યારે આપણા તથાકથિત બુદ્ધિજીવીઓ શોર મચાવે છે કે બાબા ઢોંગી છે. બુદ્ધિજીવીઓ પ્રામાણિકપણે એવુ માનતા હોય છે કે દુનિયામાં ચમત્કાર જેવી કોઇ વસ્તુ નથી અને બધું સાયન્સના નિયમો મુજબ ચાલે છે. તેમની પ્રામાણિકતાને સલામ કરીને પૂછવાનું મન થાય છે કે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાંસિસે ભારતની બે વ્યક્તિઓને સંતનો ખિતાબ આપવાનું નક્કી કર્યું છે તેનો તેઓ કેમ વિરોધ કરતા નથી? કારણ કે રોમન કેથોલિક ધર્મના નિયમ મુજબ સંતનો ખિતાબ ત્યારે આપવામાં આવે છે, જ્યારે તેમના દ્વારા સાયન્સની માન્યતા વિરુદ્ધ કોઇ ચમત્કાર કરવામાં આવ્યો હોય. જો ગુજરાતના અથવા ભારતના રેશનાલિસ્ટો ઘટનાનો વિરોધ કરે તો માનવું પડશે કે તેઓ પણ ઢોંગી છે.
રોમન કેથોલિક ચર્ચ દ્વારા તાજેતરમાં

Nov 26, 2014

જ્ઞાનની જિજ્ઞાસા

એક ગુરુજી પાસે એક વ્યક્તિ આવ્યો અને કહેવા લાગ્યો કે, ગુરુજી મારે તમારી પાસેથી કેટલીક નવી વાતો શીખવી છે.

ગુરુજીએ કહ્યું : નવી વાતોનો અર્થ શું થાય? તેણે કહ્યું : ગુરુજી સતત અભ્યાસ કર્યો હોવાથી, મેં સંસારનું મોટા ભાગનું જ્ઞાન મેળવી લીધું છે. પછી મને વિચાર આવ્યો કે તમારી સાથે ચર્ચા કરીને કાંઈક નવું શીખવા મળશે.

ગુરુજીએ બે ખાલી કપ અને ચાની કીટલી મંગાવી. પહેલા પોતાના કપમાં ચા કાઢી પછી પેલી વ્યક્તિના કપમાં ચા નાખવાની ચાલુ કરી. ગુરુજી ચા નાખતા ગયા, કપ ભરાઈ ગયો અને ચા બહાર પડવા લાગી.

પેલી વ્યક્તિએ કહ્યું : ગુરુજી, કપ ભરાઈ ગયો. ચા બહાર પડી રહી છે. ગુરુજીએ કહ્યું જેવી રીતે આ ભરાયેલા કપમાં ચા નાખવાથી બહાર આવી રહી છે, એવી જ રીતે તારા ભરાયેલા મગજમાં હું વધારે જ્ઞાન ક્યાંથી ભરી શકું?! જો તમે વધુ જ્ઞાન મેળવવા ઇચ્છતા હો તો પહેલા તમારું મગજ ખાલી કરી આવો.

મિત્રો, બિલકુલ એવી જ રીતે તમે પણ જીવનમાં કાંઈ મેળવવા ઈચ્છતા હોવ તો, અજ્ઞાની બની જાઓ અને જ્ઞાનને અંદર પ્રવેશવા દો....!